અક્ષર પબ્લિકેશન વર્ષ 2007થી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતાં પુસ્તકો પ્રકાશિત કરે છે. રાજ્યમાં લેવાતી વર્ગ-4થી શરૂ કરીને વર્ગ- 1-2ની તમામ પરીક્ષાઓમાં પુસ્તકોનો પબ્લિકેશન કરવામાં આવે છે. ગુજરાતના વિદ્યાર્થીઓ આ પુસ્તકોનો બહોળો ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ કરીને હજારો વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ મેળવી શક્યા છે. લગભગ 2000 જેટલા પોલીસ કોન્સ્ટેબલો, 400 જેટલા પોલીસ સબ ઇન્સપેક્ટરો, 1000 જેટલા શિક્ષકો-પ્રાથમિક શાળાના આચાર્યો, જીપીએસસી દ્વારા વર્ગ – 1-2ની પરીક્ષામાં પાસ થયેલા લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓએ તેમના પ્રતિભાવમાં અક્ષર પબ્લિકેશનના પુસ્તકોનો ઉપયોગ કર્યાનું અમને જણાવ્યું છે. વર્ગ 2018માં જીપીએસસીની પરીક્ષામાં પસંદગી પામેલા 38 ડેપ્યુટી કલેક્ટરશ્રીએ પણ અક્ષરના પુસ્તકોનો ઉપયોગ કર્યો છે તેવી PDF બનાવી છે. કલાર્ક-તલાટીની નોકરીમાં લાગનાર વિદ્યાર્થીઓ તો હજારોની સંખ્યામાં છે. અક્ષર પબ્લિકેશન દ્વારા કરન્ટ અફેર્સ અંગેનું મેગેઝિન – માસ્ટર કી 2011થી નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવે છે. અમારા પુસ્તક “ગુજરાત પરિચય”ને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થઈઓએ સ્પર્ધાત્મક પરીક્ષાના “બાઇબલ”ની ઉપમા આપી છે, જે અમારા માટે ગર્વનો વિષય છે.